Chapter : હૌઝ કૂવા
(Page : 142)
સવાલ(૧૧૦–૪ર) હમારે ત્યાં મસ્જિદમાં દેહ દર દેહ હોઝ છે,પુરી હોઝ પાણીથી ભરેલી છે,પરંતુ થોડો ભાગ ઉપરથી ઢંકાયેલ છે,જયારે મોટો ભાગ ખુલ્લો છે, હવે એક માણસ એમ કહે છે કે દેહ દર હેદ હોઝ ભલે ઉપરથી થોડો ખુલ્લો હોય તો તે હોઝ શરીઅત મુતાબિક નથી,તો શું એમની વાત ખરી છે ?
જવાબ(૧૧૦–૪ર) દેહ દર દેહમાં પાણીની ઉપરની સપાટી માન્ય છે, એટલે સપાટી દેહ દર દેહ હોવી જોઈએ,ભલે ને ઉંડાઈ ગમે તેટલી હોય,જો ઢંકકાવાથી તેના દેહ દર દેહમાં કમી થઈ હોય તો દેહ દર દેહ લેખાશે નહિં, અને જો ખુલ્લી સપાટી દેહ દર દેહ (૧૦×૧૦ હાથ) ૧૦૦ હાથ રહેતી હોય તો વાંધો નથી. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (શામીઃ૧/૩૪૩ તથા ૩૪૪.આલમગીરી :૧/૧૮)
Log in or Register to save this content for later.