હનફી મઝહબ પ્રમાણે હોઝ.

Chapter : હૌઝ કૂવા

(Page : 142)

સવાલ(૧૧૧–૪૩) અમારે ત્યાં જુમ્‍આ મસ્જિદમાં એક હોઝ બનાવવામાં આવી છે, અને તેનું માપ સાડા દસ બાય ફુટનું છે,હોઝ તૈયાર કરતાં સુધી અમોને જાણ ન હતી કે હોઝની લંબાઈ–પહોળાઈ ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ? આ હોઝ તૈયાર થયા પછી અમારા શહેરના વતની એક હાફિઝ સાહેબ બહારથી આવ્યા અને તેઓ કહે છે કે શરીઅત મુજબ આ હોઝ નથી,ઘણી ટુંકી છે,અને એનું માપ શરીઅત મુજબ નથી. તેા આપ એનો ખુલાસો જણાવશો ?

જવાબ(૧૧૧–૪૩) દર્શાવેલ હોઝ ખરેખર હનફી સરણી મુજબ દેહ દર દેહ નથી,થોડી નાપાકી (લોહીનું ટીપું કે પેશાબનું ટીપું) પડવાથી પુરી હોઝ નાપાક થઈ જશે,પછી વુઝૂ કરી શકાય નહીં,વુઝૂ કરી નમાઝ પઢશે તો નમાઝ અદા થશે નહિં, આથી તે હોઝને મોટી (ઓછામાં ઓછી ૧પ×૧પ ફુટના ક્ષેત્રફળની) કરવી જેાઈએ,જે તરફ વધારી શકતા હોય વિશાળ કરી દેવામાં આવે,ઓછામાં ઓછું ક્ષેત્રફળ રરપ ફુટનું હોય તો વાંધો નથી,ઉંડાઈ એક ફુટ બરાબર છે,એથી વધુ હોય તો બેહતર છે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (કિફાયતુલ મુફતીઃ ર/ર૭૪)

Log in or Register to save this content for later.