સિમેન્ટની દિવાલ પર તયમ્મુમ કરે તો ?

Chapter : તયમ્મુમ

(Page : 131)

સવાલ(૮૬–૧૮) તયમ્મુમ સિમેન્ટની દિવાલ પર કરી શકાય કે નહિં ? બીમારી ની હાલતમાં ગુસલની હાજત છે,અને ગરમ પાણી પણ મોજૂદ છે,પરંતુ બીમારીના કારણે ગુસલ કરી શકતો નથી,ખાલી વુઝૂ કરી શકે છે,તો શું કરવું ?

જવાબ(૮૬–૧૮) સિમેન્ટથી પ્લાસ્ટર કરેલી પાકી દિવાલ ઉપર તયમ્મુમ દુરૂસ્ત છે,એ માટીના પ્રકારમાંથી છે,માટીના પ્રકારની વ્યાખ્યા એ છે કે બાળવાથી બળે નહિં,અને ઓગાળવાથી ઓગળે નહિં,પાકા પથ્થર,ઈંટ ઉપર ભલેને ધુળ ન હોય તયમ્મુમ જાઈઝ છે,જો ખરેખર ગુસલ કરવાથી શરઈ ઉઝર હોય તો ગુસલના બદલે વુઝૂ કાફી નથી,બલ્કે તયમ્મુમ કરવું પડશે.ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (આલમગીરીઃ૧/ર૬)

Log in or Register to save this content for later.