Chapter : ઈસ્તિન્જા
(Page : 143)
સવાલ(૧૧૩–૪પ) ઘર કે,દુકાનમાં સંડાસ હોય અને સંડાસમાં જતી વખતે મોઢું અગર પીઠ કા’બતુલ્લાહ શરીફ તરફ થતી હોય તો એનો શું હુકમ છે ?
જવાબ(૧૧૩–૪પ) હનફી મસલક મુજબ સંડાસમાં પણ કઝાએ હાજત વખતે કિબ્લહ તરફ મોઢું કે પીઠ કરવી મકરૂહે તહરીમી છે;
હદીષ શરીફમાં છે કે, ‘‘ઈજા અતયતુમુલ ગાયત ફલા તસ્તકબિલુલ કિબ્લત વલા તસ્તદબિરુહા કે જયારે હાજત અર્થે જાઓ તો કિબ્લહ તરફ ના રૂખ કરો ન પીઠ કરો,આથી ખુલ્લા મેદાનમાં કે સંડાસમાં બન્નેવ હાલતમાં મનાઈ છે,અને એનાથી પરહેઝ કરવું જોઈએ,તેમજ તકલીફ ઉઠાવીને પણ બીજી દિશા તરફ રૂખ કરવું જોઈએ. ફકત ખુદાપાક વધુ જાણનાર છે. ( મિશ્કાત શરીફઃ પેજ–૪ર. મઝાહિરે હકઃ ૧/૩૪૬)
Log in or Register to save this content for later.