શરીઅતની રૂએ હોઝ ની લંબાઈ–પહોળાઈ.

Chapter : હૌઝ કૂવા

(Page : 141)

સવાલ(૧૦૮–૪૦) હોઝ નું ચોરસ માપ દસ દસ ગઝ હોય,શું પંદર ગઝ લાંબી અને પાંચ ગઝ પહોળી હોઝ બનાવી હોય તો જાઈઝ છે કે નહી ? હોઝ ગોળ બનાવી શકાય કે નહિ ?

જવાબ(૧૦૮–૪૦) શરીઅતની રૂએ હોઝ,દસ ગઝ લાંબી અને દસ ગઝ પહોળી,અથવા પહોળાઈમાં વધારે હોય અને લંબાઈમાં ઓછી હોય,જેમકે પંદર ગઝ લાંબી હોય અને પાંચ ગઝ પહોળી હોય અથવા પંદર ગઝ પહોળી અને પાંચ ગઝ લાંબી હોય તો તેમાં કોઈ જાતનો વાંધો નથી,ગોળ પણ બનાવી શકાય છે,દેહ દર દેહ હોવું જરૂરી છે,કારણ કે દેહ દર દેહ હોઝ વ્હેતા પાણીના હુકમમાં છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.(શામીઃ૧/૩૪૧ તથા ૩૪ર)

ફાયદો :  ફૂટના માપ પ્રમાણે બસો પચ્ચીસ (રરપ) સ્કેરફૂટ હોવી જોઈએ.

Log in or Register to save this content for later.