મુસ્લિમ મહિલાના ભરણ–પોષણનો કાયદો.

Chapter : અકાઈદ અને ઈલ્મ

(Page : 107)

સવાલ(૩પ–૩પ) અમારી મેમણ જાતીનું પખવાડિક પેપર,‘‘મેમન વેલ્ફેર નામે મુંબઈથી પ્રગટ થાય છે,તા. ૧–ર–૭૯ ના રોજ પ્રગટ થયેલ અખબારના પાન નંબર ૧૩ તથા ૧૪ આ સાથે આપની સેવામાં રવાના કરેલ છે,જેમાંની એક વાત આ પ્રમાણે છે,‘‘ મોમેડન લૉ એટલે મુસ્લિમ કાયદામાં હાલ સુધારો થયો છે, જેમાં હવે મુસ્લિમ મહિલાઓની હિફાઝત માટે કડક જોગવાઈ ઉમેરવામાં આવી છે, તે મુજબ તલાક મેળવનાર મુસ્લિમ સ્ત્રીના બીજીવાર લગ્ન થાય ત્યાં સુધી તેના ભરણપોષણનો ખર્ચો આપવાની શર્ત ફરજિયાત છે,તલાક આપનાર તેનો પતિ જો તેનો ઈન્કાર કરશે તો આ વસ્તુ તેના માટે ફોજદારી ગુનોહ બને છે.”

                ઉપરોકત લખાણ ઉપરથી એમ જાણવા મળે છે કે હાલનાં આપણાં મુસ્લિમ આલિમો અને મુફતીયો તરફથી ભારતમાંના આપણાં મોમેડન લૉ (મુસ્લિમ કાયદામાં) ફેરફાર કરવામાં આવ્યો છે,અને પેપરના પાન નં ૧૩ તથા ૧૪ ના કટીંગમાં જે હકીકતો લખવામાં આવી છે,તેના ઉપર અમલ પણ થયો છે, ઉપર મુજબના પેપરના લખાણ મુજબ આજે હવે ચૌદસો વરસ પછી મઝહબી કાયદાઓ માં ફેરફાર કે સુધારો વધારો કરવાની કોઈને સત્તા છે ?

જવાબ(૩પ–૩પ) પખવાડિક ”વેલફેર”  માં પ્રગટ થયેલ લેખ (તલાક બાબત) ધ્યાનપૂર્વક વાંચ્યો,જવાબમાં અરજ છે કે લેખકે વાંચકોને ધોકો આપ્યો છે,કે મુફતીયો એ મોમેડન લૉ માં ફેરફારની ગુંજાયશ કાઢી છે, માનદ (મો’તબર) મુફતીયોમાંથી કોઈ એકે પણ એ ફતવો આપ્યો નથી, કોઈને ફેરફારનો અધિકાર નથી,બલ્કે એના વિરૂધ્ધમાં એક કમીટી રચવામાં આવી શકે છે,કે મુસ્લિમ પર્સનલ લૉ માં કોઈ કાંઈ ફેરફાર કરે નહિં,જો કરશે તો સાંખી લેવામાં આવશે નહિ,દર્શાવેલ કાયદો પણ શરીઅત વિરૂધ્ધ હોવાથી માન્ય નથી;

                 કુર્આન શરીફમાં છે, ” ઈનિલ હુકમો ઈલ્લા લિલ્લાહ ” અર્થાત અલ્લાહ તઆલા સિવાય કોઈનો હુકમ ચાલશે નહિં, કુર્આનીય દસ્તૂર કયામત સુધી છે, તલાકથી રોકવા માટે ઉકત કાયદો અપનાવવો જાઇઝ નથી, શરીઅતમાં દખલ અને ફેરફાર લેખાશે. ફકત ખુદાપાક વધુ જાણનાર છે.

Log in or Register to save this content for later.