માસિકવાળી સ્ત્રીનું શરીર પાક છે ?

Chapter : પાકી નાપાકીના પરચુરણ મસ્અલા

(Page : 145)

સવાલ(૧૧૯–પ૧) માસિકવાળી સ્ત્રી જે પાણી ભરે તે પાણીથી મય્યતને ગુસલ આપે તો ગુસલ જાઈઝ છે ? ગૈરમુસ્લિમના હાથથી ભરેલા પાણીથી મય્યતને ગુસલ આપવું જાઈઝ છે કે કેમ ? માસિકવાળી સ્ત્રી મય્યતને હાથ લગાડી શકે કે કેમ ? હમારે ત્યાં આદીવાસી કબર ખોદે છે,તો તેમના પાસે કબર ખોદાવવું કેમ છે ? આદીવાસી લોકો કયારેક કબર ખોદવા આવે છે ત્યારે નશાની હાલતમાં આવે છે,તો એ શરીઅતની રૂએ જાઈઝ  છે?

જવાબ(૧૧૯–પ૧) માસિકવાળી સ્ત્રી તથા ગૈરમુસ્લિમનું શરીર નાપાક નથી, તેઓનો પરસેવો તથા બોટેલું પાક હોય જેથી તેણીએ ભરેલું પાણી નાપાક લેખાશે નહીં,તે પાણીથી વુઝૂ–ગુસલ કરી શકાય,આદીવાસીથી કબર ખોદાવી શકાય ભલેને તે નશા માં હોય. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.(શામી : ૧/૩૮૧)

Log in or Register to save this content for later.