નાના બાળકના પેશાબ વિષે.

Chapter : પાકી નાપાકીના પરચુરણ મસ્અલા

(Page : 145)

સવાલ(૧૧૭–૪૯) એક સ્ત્રીનું બાળક બે ત્રણ માસનું છે,તે સ્ત્રીના ઉપર હંમેશા બાળક પેશાબ–ઝાડા કરી દે છે,જેથી એવી હાલતમાં પાકી હાસિલ થતી નથી,વારંવાર કપડાં નાપાક થવાથી નમાઝ છુટી જાય છે,એવી હાલતમાં શું કરવું ?

જવાબ(૧૧૭–૪૯) એ શૈતાની બહાનું છે,શરઈ ઉઝર નથી,એના કારણે નમાઝ છોડી શકતી નથી,નહિંતર સખત ગુનેહગાર થઈ અઝાબને પાત્ર ઠરશે.અમલ કરનાર માટે કાંઈ મુશકેલ નથી,નમાઝના કપડાં અલગ રાખે; પાકી નમાઝની શર્ત હોય વિના પાકીએ નમાઝ દુરૂસ્ત થશે નહીં. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (શામીઃ ર/૭૩)

Log in or Register to save this content for later.