દસ દિવસ પહેલાં માસિક બંધ થાય.

Chapter : હૈઝ નિફાસ

(Page : 138)

સવાલ(૧૦ર–૩૪)(અ) એક માણસ દીનના અમૂક મસ્અલાઓથી વાકેફ છે,તે જાણે છે કે માસિકની ઓછામાં ઓછી અને વધારેમાં વધારે કેટલી મુદ્દત છે,પરંતુ પત્નિની આદત શું છે ? કયારે તેનાથી સંભોગ કરી શકાય ? કેટલા દિવસે તે ઔરત પાક થઈ શકે તે વિષેનું એને ભાન નથી,અને તે પછી તે ઔરત સાથે સોહબત કરે,એ વિષે શું કરવું જોઈએ ? તે માણસ સાચા દિલ થી તૌબા કરે છે કે મને એ બાબત સમજ પડી ન હતી તો હવે શું કરવું જોઈએ ? અને જો એ મુદ્દતમાં હમલ રહી ગયો હોય તો શું કરવું ?

સવાલ(૧૦ર–૩૪)(બ) એક સ્ત્રીને સતત આદત મુજબ માસિક આવે છે,પહેલા દિવસે એકદમ વધારે,પછી ઓછું,ત્રીજા દિવસે એથી ઓછું,ચોથા દિવસે થોડુ માલુમ પડે અને પાંચમાં દિવસે  બિલકુલ માસિક ન આવ્યું તો કેટલા દિવસ માસિક ગણાશે ? કયારે સંભોગ કરી શકશે ? ભુલથી સંભોગ થઈ જાય તો શું કરવું ?

જવાબ(૧૦ર–૩૪)(અ–બ) દસ દિવસની અંદર માસિકની આદત પ્રમાણે માસિક બંધ થઈ જાય તો પાકીનું ગુસલ કરી સંભોગ કરી શકાય,જો આદત પહેલાં બંધ થઈ જાય તો બચવા ખાતર,આદત સુધી રાહ જોવી જોઈએ, સંભોગમાં ઉતાવળ કરે નહિં,હૈઝ આવવાનો સંભવ છે,હૈઝમાં સંભોગ હરામ છે,જો ભુલથી કરશે તો સાચી તૌબા કરે અને થોડો સદકો કરે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (શામીઃ૧/૪૮૬. હિદાયાઃ૧/૬પ)

Log in or Register to save this content for later.