ગુંઠણ પકડી ઉભા ઉભા સુઈ જવું.

Chapter : વુઝૂ

(Page : 125)

સવાલ(૭૧–૩) વુઝૂની હાલતમાં માણસ પોતાના હાથથી ગુઠણ્યા પકડીને ગુઠણ્યા ઉભા હોય જેમકે ઉગળુ બેસે છે,બેસીને તસ્બીહ પઢતાં પઢતાં ઉંઘી જાય,અને ઉંઘમાં નાકો બોલવાનો અવાઝ પણ આવે,પરંતુ ઝમીન ઉપર પડે નહિ તો શું વુઝૂ તુટશે કે નહિં ?

જવાબ(૭૧–૩) આ રીતે ઉંઘવાથી વુઝૂ તુટશે નહિં,પુનઃ વુઝૂ કરવાની જરૂરત નથી.એવી ઉંઘ કે જેમાં શરીરના જોડ ઢીલા પડી જાય અને શરીર પરનો કાબુ ગુમાવી દેવાય એનાથી હવા નીકળવાનો વધુ અનુમાન હોય જેમકે છતાપાટ કે પાસા ઉપર સુઈ જવાથી વુઝૂ તુટી જશે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે (હિદાયાઃ૧/રપ. શામીઃ ૧/ર૭૧)

Log in or Register to save this content for later.