ગુંઠણ ખુલ્લા રાખી વુઝૂ કરવું.

Chapter : વુઝૂ

(Page : 125)

સવાલ(૭ર–૪) અમો પોલીસખાતામાં નોકરી કરીએ છીએ,અમારો ડ્રેસ ચડ્ડીવાળો છે, ચડ્ડી ગુંઠણથી ઉપરના ભાગ સુધીની ટુંકી હોય છે,આ ચડ્ડી પહેરી વુઝૂ કરવાથી વુઝૂ દુરૂસ્ત લેખાશે? ચડ્ડી પહેરી નમાઝ પઢી શકાય કે કેમ ?

જવાબ(૭ર–૪) ચડ્ડી પહેરી એટલે ગુંઠણ ખુલ્લા રાખી વુઝૂ કરવાથી વુઝૂ દુરૂસ્ત લેખાશે,તે વુઝૂથી કોઈ પણ વાંધા વિના નમાઝ પઢી શકાય છે,નમાઝ ફરીથી પઢવાની જરૂર નથી;

                પરંતુ ગુંઠણનો સમાવેશ સતરમાં થાય છે (પુરૂષનું સતર ડુંટીથી ગુંઠણના નીચે સુધીનું શરીર ઢાંકવું પુરૂષ ઉપર હર હાલમાં ફર્ઝ છે,) વિના ઉઝરે ઉઘાડવું મનાઈ છે,જેથી એવી ચડ્ડી પહેરવી જેમાં ગુંઠણ ઉઘાડા રહે મનાઈ છે,ગુંઠણ છુપાય એટલી ચડ્ડી નીચી હોવી જોઈએ.(આલમગીરીઃ ૧/પ૮    શામીઃ ર/૭પ તથા ૭૬)

Log in or Register to save this content for later.