Chapter : અકાઈદ અને ઈલ્મ
(Page : 121)
સવાલ(૬૪–૬૪) વધુ પડતા મદ્રસાઓમાં અલિફ,બે,તે,સે, આ પ્રમાણે પઢાવવામાં આવે છે,જયારે અમારે ત્યાં જ અલિફ,બા,તા,સા,પઢાવવામાં આવે છે,બીજી જગ્યાએ બા,તા,સા,પઢાવવામાં આવતુ હોય એમ જાણવા કે સાંભળવામાં આવ્યું નથી, મુદર્રિસોથી પુંછતા જવાબ મળે છે કે ખરૂ બા,તા,સા છે, બે,તે,સે ગલત છે,તેા આ બાબતમાં સહીહ શું પઢવું–પઢાવવું જોઈએ ?
જવાબ(૬૪–૬૪) મુદર્રિસોની પઢાવવાની પધ્ધતિ ખરી છે,એટલે બા,તા,સા એમજ પઢવું જોઈએ,તજવીદની કિતાબ ”તસ્હિલુલ કવાઈદ” માં એજ મુજબ લખ્યું છે,ઉર્દુ હુરૂફ–અક્ષરો બે,તે,સે બોલાય છે,અરબી તખ્તી શીખવવાના સમયે બા,તા,સા,નો ઉચ્ચાર કરવો જાઈએ. ફકત ખુદાપાક વધુ જાણનાર છે. (તસ્હિલૂલ કવાઈદઃ પેજ–૩)
Log in or Register to save this content for later.