[૩૪૬] એક રોઝહનો ફિદયહ અનેક ગરીબોને અને અનેક ફિદયહ એક ગરીબને આપવા

Chapter : રોઝહ

(Page : 408)

સવાલ  :– રોઝાના ફિદયાની રકમ બધી એક ફકીરને અથવા થોડી થોડી અનેક ફકીરોને આપી શકાય કે પછી એક રોઝાનો ફિદયો એક જ ફકીરને આપવો ઝરૂરી છે? દા.ત, એક મહિનાના રોઝાઓનો ફિદયો ર૦૦ /– રૂપિયા થાય તો પચ્ચીસ – દસ – પચાસ એમ અલગ અલગ પ્રમાણમાં ગરીબોને આપવો ઝરૂરી છે ?

જવાબ :– એક રોઝહનો ફિદયો એક ગરીબને આપવો એ બેહતર સૂરત છે. અને એક રોઝાનો ફિદયો અનેક ગરીબોને આપવો અથવા અનેક રોઝાઓનો ફિદયો એક જ ગરીબને આપવો એ સૂરત પણ જાઈઝ છે.                                   (શામી ૭૮ /૧૧૯ ભા.ર)

Log in or Register to save this content for later.