[૩૧૮] બે–ત્રણ મહિનાના અને શવ્વાલના લગાતાર રોઝા રાખવા

Chapter : રોઝહ

(Page : 384-385)

સવાલ :– અમારા અતરાફમાં અમુક વ્યકિતઓ સળંગ ત્રણ મહિના એટલે કે રજબ, શાબાન અને રમઝાનના રોઝા રાખે છે અને રમઝાન ઈદ બાદ પણ સળંગ છ રોઝા શવ્વાલ મહિનાના રાખે છે, હવે અમુક માણસોથી સાંભળ્યું છે કે આવા સળંગ રોઝા ચોકકસ નકકી કરેલ દિવસોમાં રાખવા જાઈઝ નથી, તો શરઈ રૂએ હકીકત જણાવશો. હવે જો કોઈએ મન્નત માની હોય અને તે આ પ્રમાણે રાખે તો જાઈઝ છે કે કેમ ? તે પણ જણાવશોજી.

જવાબ :– રમઝાન મુબારકના રોઝા રાખવા તો ફર્ઝ છે અને રજબ તથા શાબાનના સળંગ નફલ રોઝા રાખવા એ પણ જાઈઝ છે, તેમાં કોઈ કરાહત નથી અને ઈદ પછી છ રોઝાઓ લગાતાર અથવા અલગ અલગ રાખવા મુસ્તહબ છે તેમાં કોઈ કરાહત નથી. હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નું ફરમાન છે કે જેણે રમઝાનના રોઝા રાખ્યા અને પછી શવ્વાલના છ રોઝા રાખ્યા તો જાણે તેણે ઉમર ભર રોઝા રાખ્યા. (એટલો સવાબ મળશે.)

(મરાકિલ ફલાહ – ૩પ૧, શામી – ર/ ૧રપ)

                સૌમે દહર એટલે કાયમ માટે રોઝા રાખવા અથવા સૌમે વિસાલ રાખવો એટલે કે બે દિવસો વચ્ચે ઈફતાર કર્યા વિના બે દિવસોનો સળંગ રોઝો રાખવો મકરૂહ છે, અમુક ફુકહાએ કિરામ કહે છે કે જો સાલભર રોઝા રાખે અને પાંચ દિવસોમાં રોઝો ન રાખે (ઈદુલફિત્ર, ઈદુલઅદહા અને અય્યામે તશરીક) તો વિના કરાહતે જાઈઝ છે. (શામી–ર/૮૪)

Log in or Register to save this content for later.