Chapter : અકાઇદ અને ઇલ્મ
(Page : 103)
સવાલ(ર૭–ર૭) મને બીમારી લાગુ પડી ગઈ છે કે મારા વાલિદ તથા વાલિદાની સકરાતની હાલત જોઈ હતી ત્યારથી મને એવો ડર લાગે છે કે સકરાતમાં આટલી બધી તકલીફ થશે,શૈતાન મને પરેશાન કરે છે,તો મારે શુ કરવુ ?
જવાબ(ર૭–ર૭) એ માનસિક બીમારી છે. એના તરફથી લક્ષ હટાવી યાદે ઈલાહીમાં પ્રવૃત રહો, પાછલા ગુનાહોથી તૌબાહ અને ભવિષ્યમાં ગુનાહોથી પરહેઝ કરો, ખાસ કરીને દરરોજ સવારે સૂરએ યાસીન પઢયા કરો, ઈન્શાઅલ્લાહ મૌતની સખ્તીઓથી છુટકારો થશે, અને સંતોષિત જીવન નસીબ થશે, ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.(હિસ્ને હસીન :પેજઃર૦૦ )
Log in or Register to save this content for later.