Chapter : અકાઇદ અને ઇલ્મ
(Page : 88-89)
સવાલ(૩–૩)ઃ– આજકાલ ઘણાં છોકરાઓ અને છોકરીઓના નવા નવા નામ સાંભળવામાં આવે છે,અને કોઈને ત્યાં બાળક જન્મે છે કે નવું નામ શોધે છે,તો મુસ્લિમનુ નામ; યાસમીન,શીરીન,બિલકિસ,અસ્મા,સલમા આ નામો છોકરીઓ માટે રાખી શકાય ? હાલમાં એક છોકરીનું નામ યાસ્મીન રાખ્યુ છે, તેના અમૂક સગાઓનું કહેવુ છે કે આ નામ શરીઅતથી નથી તો એનો શું ખુલાસો છે ?
જવાબ(૩–૩)ઃ– હદીષ શરીફમાં આવ્યું છે કે અલ્લાહના રસૂલ (સ.અ.વ.) ઈર્શાદ ફરમાવે છે કે કોઈને ત્યાં બાળક જન્મે તો પ્રથમ નામ સારૂ રાખવામાં આવે,અને સારી રીતે તા‘લીમ અને તર્બિયત કરવામાં આવે,એથી સાફ સિધ્ધ થાય છે કે ઈસ્લામી નામ રાખવા જોઈએ,છોકરીઓના નામ હઝરાત ઉમ્મહાતુલ મોિઅમનીન રસૂલે ખુદા (સ.અ.વ.) ની પાક બીબીયો,આપની વાલિદા, ફોઈઓ, (રદિ.) ના મુબારક નામો પૈકી નામ રાખવું વધુ અફઝલ લેખાશે. યાસમીન, શીરીન વિગેરે ઉકત નામો રાખવાની મનાઈ નથી, જાઈઝ છે, પરંતુ અસમા, સલમા, બિલકીસ,સારહ, હાજિરહ,આયશહ, ફાતિમહ વિગેરે નામો ઘણાં સારા છે. આવા નામ રાખવામાં આવે,શીરીન, ફારસી જબાનમાં મીઠી વસ્તુને અને યાસમીન,ફૂલને કહે છે,અને ઈરાનના લોકો આવા નામ રાખે છે,એવા નામોથી આપણે અવશ્ય બચવું જોઈએ. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (મિશકાત શરીફ : ૪૦૭)
Log in or Register to save this content for later.