Chapter : ઝકાત
(Page : 216-220)
સવાલ :– એક તાલિબે ઈલ્મ ગરીબ અને યતીમ છે અને તે એક દીની સંસ્થામાં તાલીમ લઈ રહેલ છે. આ તાલિબે ઈલ્મ ગરીબ અને યતીમ હોવાથી આજ સંસ્થા તરફથી આ તાલિબે ઈલ્મના નામે અમુક રકમ આપવામાં આવી. અંદાજે ૩૦૦ રૂપિયા, અને આ રકમ મદ્રસાના જિમ્મેદાર અમાનત ખાતામાં આ તાલિબે ઈલ્મના નામે જમા કરવામાં આવી અને જમા કરેલ રકમની રસીદ પણ આ છોકરાને આપવામાં આવી છે. પૈસા જમા કરેલ બાબતની છોકરા પાસે રસીદ મવજૂદ છે. હવે થોડાક સમય પછી આ તાલિબે ઈલ્મ જયાં તાલીમ લઈ રહેલ હતો ત્યાંથી તેને મદ્રસાના જિમ્મેદારે મદ્રસામાંથી ઈખરાજ કર્યો અને દાખલ ના કર્યો જેથી આ તાલિબે ઈલ્મ બીજા મદ્રસામાં જઈ દાખલ થયો અને ત્યાં હાલ દીની તાલીમ લઈ રહેલ છે. હવે આ તાલિબે ઇલ્મ સંસ્થા તરફથી આપેલ હાથ ખર્ચની રકમ જે એના નામ ઉપર આજ મદ્રસામાં જમા કરાવેલ રકમ તે માંગી રહેલ છે કે મારા નામની આપેલ રકમ જે દફતરમાં અમાનત જમા કરેલ છે મને તે રકમ આપો, પરંતુ મદ્રસાના સંચાલન કર્તાઓનું એમ કહેવું છે અને કહયું પણ છે કે આ રકમ આ સંસ્થામાંથી આપેલ છે હવે આપને આ રકમ મળે નહિ. તો આ રકમ ગરીબ યતીમ બચ્ચાને આપી હોય અને પૈસા જમા કરાવવા બાબતની તેના નામની રસીદ પણ હોય, હવે આ તાલિબે ઈલ્મ પૈસાનો માલિક બની ગયો. બીજા મદ્રસામાં જવાથી આ રકમ બાળકને મળી શકે કે નહિ? આ રકમ સંસ્થામાંથી આપેલ તો છે અને તાલિબે ઈલ્મ પૈસાનો જયારે માલિક બની ગયો છે, હવે આ રકમ આપવામાં દારૂલ ઉલૂમના જિમ્મેદાર ઈન્કાર કરે છે તો તેઓ ઈન્કાર કરી શકે છે? યતીમ ગરીબ તલબાના હાથ ખર્ચ માટે મદ્રસા તરફથી આપેલ રકમ અને એના નામ ઉપર મદ્રસાના અમાનત દફતરમાં જમા કરેલ રકમ તાલિબે ઈલ્મને બીજા મદ્રસામાં મજબૂરીથી દાખલ થવાથી આજ તાલિબે ઈલ્મને હવે આ રકમ મળી શકે કે નહિ?
જવાબ :– પ્રથમ એક બુનિયાદી મસ્અલો જાણી લેવો જોઈએ કે ઝકાત, સદકએ ફિત્ર, ચર્મે કુર્બાનીની કિંમત જેવી વાજિબ સદકાની અદાયગી માટે ગરીબને માલિક બનાવવો ઝરૂરી છે અને માલિક બનવા માટે ગરીબ તાલિબે ઈલ્મનો અથવા તેના તરફથી તેની અમાનત માટે નિયુકત કરેલ નાઝિમ (વકીલ)નો કબ્ઝો ઝરૂરી છે. (શામી –ર/૪)
પૂછેલી સૂરતમાં તલબાની અમાનત વિભાગનો નાઝિમ એ તલબાનો વકીલ ગણાશે અને તેનો કબ્ઝો તાલિબે ઈલ્મનો કબ્ઝો ગણાશે. (ઈ.મુફતીન)
માટે મઝકૂર તાલિબે ઈલ્મના નામે અમાનત ખાતામાં જમા કરવામાં આવેલ રકમ તે તાલિબે ઈલ્મની માલિકીની થઈ ચૂકી છે, માટે તેના નામ પર બાકી જમા રહેલી રકમ તેને આપી દેવી ઝરૂરી છે, અને તે રકમ તેને આપવાથી ઈન્કાર કરવો જાઈઝ નથી.
Log in or Register to save this content for later.