[ર૯૩] રોઝાની વહેલી શરૂઆત વાળો બીજા દેશમાં જાય

Chapter : રોઝહ

(Page : 357)

સવાલ :– આ વર્ષે લંડનમાં  ઈન્ડિયા કરતાં બે દિવસ આગળ રમઝાન શરૂ થઈ છે, એટલે ઈન્ડિયામાં ર૪–ર–૯૩ના અને લંડનમાં રર–ર–૯૩ના રમઝાન શરૂ થઈ છે, હવે મારો દોસ્ત લંડનથી આવે છે જયારે આપણા રોઝા ર૭ થશે ત્યારે તે ભાઈના ર૯ રોઝહ થશે, તો એ ભાઈના ર૯ કે ૩૦ રોઝહ પૂરા થવા બાદ આપણી તો એક બે દિવસ પછી ઈદ થશે, તો એ ભાઈએ શું કરવું ? વધારાના રોઝહ રાખવા કે નહિ ?

જવાબ :– પૂછેલી સૂરતમાં મઝકૂર માણસે અહીયાં આવ્યા પછી અહીંયાંના લોકોની ગણત્રી મુજબ રોઝહ રાખવા પડશે ચાહે તેઓની વ્યકિતગત ગણત્રી મુજબ તેઓના ૩૧ રોઝાઓ થતાં હોય તો પણ રોઝો રાખવો પડશે.   (શામી ભા.ર )

Log in or Register to save this content for later.