[ર૮૭] બારબાડોઝ અને પનામાની

Chapter : રોઝહ

(Page : 351-352-353)

સવાલ :– (૬) કેનેડાથી જુનૂબમાં જ બાર્બાડોઝ અને પનામા નામે મુલ્કો પણ છે. જયાં ગુજરાતના વસ્તા મુસ્લિમો આબાદ છે, જયાંના મુસ્લિમોને અહીં વસ્તા મુસ્લિમો પૈકી કેટલાક ઓળખે પણ છે, આવા મુલ્કોથી આવેલી મોઅતબર ખબરને માન્ય રાખવી કે કેમ ? મોટે ભાગે બાર્બાડોઝ વાળાઓ પણ ઈંગ્લેંડ કે જે અહીંથી મશ્રિકમાં આવેલ છે ત્યાંથી આવેલ આધારભૂત ખબર માન્ય રાખે છે. તો શું અમે બાર્બાડોઝ વાળાઓને અનુસરી શકીએ કે કેમ ?

જવાબ :– (૬) ટોરંટો અને પનામા લગભગ એક સરખા રેખાંશ એટલે કે ૮૦ ડીગ્રી પશ્ચિમ રેખાંશ ઉપર આવેલું છે અને બન્નેના અક્ષાંસમાં તફાવત છે એટલે કે ટોરંટો લગભગ ૪પ.  ડિગ્રી ઉત્તર અક્ષાંસ ઉપર આવેલું છે અને પનામા લગભગ ૧૦.  ડિગ્રી ઉત્તર અક્ષાંસ પર આવેલું છે અને અક્ષાંસના આ તફાવતના કારણે સંભવિત છે કે ટોરંટો કરતા પનામામાં એક દિવસ વહેલો ચાંદ દેખાય અને એના કારણે શકય છે કે બન્નેની કમરી તારીખમાં એક દિવસનો તફાવત રહે, માટે જો એ પ્રમાણે તફાવત રહેતો હોય તો પનામાની ખબર ઉપર અમલ ન કરવો જોઈએ અને જો તફાવત ન રહેતો હોય તો પનામાની ખબર ઉપર અમલ કરવામાં વાંધો નથી.

               અને ટોરંટો તથા બાર્બાડોઝના રેખાંશમાં પણ તફાવત છે અને અક્ષાંસમાં પણ તફાવત છે કારણ કે બાર્બાડોઝ લગભગ ૧૦ . ડિગ્રી ઉત્તર અક્ષાંસ અને ૬૦  ડિગ્રી પશ્ચિમ રેખાંશ ઉપર એટલે ટોરંટોથી પૂર્વ દક્ષિણમાં આવેલું છે અને એ તફાવતના આધારે બાર્બાડોઝમાં ટોરંટો કરતાં એક દિવસ પહેલાં ચાંદ દેખાવાની શકયતા છે, માટે જો બન્નેની કમરી તારીખમાં એક દિવસનો તફાવત પડતો હોય તો બાર્બાડોઝની ખબર ઉપર પણ અમલ ન કરવો જોઈએ, ચાહે બાર્બાડોઝમાં ચાંદ જોવાયો  હોય અને જો બાર્બાડોઝમાં ચાંદ ન જોવાયો હોય, બલ્કે તેઓએ ઈંગ્લેંડથી ખબર મેળવી હોય તો તે ઘણા જ દૂરની ખબર કહેવાય, કારણ કે એક તો ઈંગ્લેંડ જ ટોરંટોથી ઘણે દૂર ઉત્તરમાં આવેલું છે અને બીજું એ કે ઈંગ્લેંડ વાસીઓ પણ મોરકકો કે સઉદિયાથી ચાંદની ખબર મેળવે છે, પોતાના સ્થળ ઉપર ચાંદ જોવો તેઓ માટે મૂશ્કેલ હોય છે.

Log in or Register to save this content for later.