Chapter : ઝકાત
(Page : 306)
સવાલ :– હું અરજ કરનાર હાફિઝ ઈબ્રાહીમ સિરકાવાલા રહે. ગામ પારખેતની અરજ એ કે મારી ઉમર ૬૩ વર્ષની છે અને મારે અવલાદમાં એક છોકરી છે. મારે છોકરો નથી તેમજ આવકનું કોઈ પણ સાધન નથી અને હું પોતે મદરસા મરકઝુલ ઈસ્લામમાં ખિદમત આપી રહયો છું. મારો માસિક પગાર રૂા. ૧ર૦૦/– છે, તો સરકાર તરફથી ઘરડાઓને ૬૦થી વધુ ઉમરવાળાઓને માસિક ભથ્થુ રૂા. પ૦૦ મળે છે. આ સ્કીમ સરકાર તરફથી છે તો મારાથી આ લાભ લઈ શકાય ખરો ?
જવાબ :– જો પોતાની આવક બાબત અને બીજી કોઈ બાબત કોઈ લેખિત કે મૌખિક જૂઠી રજૂઆત ન કરવી પડતી હોય અને લાંચ રૂશ્વત પણ ન આપવી પડતી હોય તો સવાલમાં લખેલી મઝકૂર સહાય લેવી અને વાપરવી જાઈઝ છે અને જો મઝકૂર સહાય લેવા માટે કોઈ નાજાઈઝ કામ કરવું પડતુ હોય તો નાજાઈઝ પ્રવૃત્તિ કરીને મઝકૂર સહાય લેવી જાઈઝ નથી (નિઝામુલ ફતાવા : ભાગ – ૧)
Log in or Register to save this content for later.