[ર૬ર] નફલી ઈબાદત અફઝલ કે માલી સહાયની કોશિષ ?

Chapter : ઝકાત

(Page : 306-307)

સવાલ :– મોહતાજો, યતીમો, બેવાઓ, મિસ્કીન વગેરેની મદદ  કરવાની શરીઅતમાં શું ફઝીલત છે ? શું તિલાવતે કુર્આન અને નફલ  નમાઝોમાં સમય પસાર કરવો અફઝલ છે અથવા મઝકૂર લોકોની મદદ માટે સમય પસાર કરવો અફઝલ છે ?

જવાબ :– બન્નેવ જ કામ ફઝીલતવાળા છે, માટે બન્નેવ પ્રકારની નેકીઓ પ્રાપ્ત  કરવી ઉત્તમ છે, જો કોઈ એક વ્યકિતમાં એક પ્રકારના નેક અને નફલી કામોનો વધુ ઉત્સાહ હોય તો તે બીજા પ્રકારના નેક અને નફલી કામના ઉત્સાહ ધરાવનારની અવગણના અને અપમાન ન  કરે, દરેક બીજાના સારા અને નેક કામને માનની નજરે જુએ અને દિલમાં ખુશી અનુભવે. સહાબાએ કિરામ (રદિ.) બધા પ્રકારની નેકીઓ અને ફઝીલતો હાસિલ કરવાનો પ્રયાસ કરતા હતા બન્નેવ પ્રકારના નેક કામની ફઝીલતો જાણવા ફઝાઈલે સદકાત અને ફઝાઈલે કુર્આન, ફઝાઈલે નમાઝનો અભ્યાસ કરવો જોઈએ.

Log in or Register to save this content for later.