[ર૪૭] બીજા દેશમાં ઘઉંની કિંમત આપવી

Chapter : ઝકાત

(Page : 289)

સવાલ :– યુ.કે. ના રહેવાસીઓ પોતાના સદકએ ફિત્રના પૈસાની અદાયગી અહિંયાના ગરીબોને કરવા ચાહે તો કઈ જગ્યાના ઘઉંની કિંમત ગણવી, યુ.કે.ની અથવા અહિંયાની?

જવાબ :– યુ.કે.માં (જયાં તે રહે છે)  ઘઉંની કિંમત જે હોય તે કિંમતના હિસાબથી અહિંયા વ્યકિત દીઠ એક કિલો છસો ચાળીસ ગ્રામ ઘઉંની કિંમત ચૂકવવી પડશે. અહિંયાની કિંમતનો એઅતિબાર નહિ કરવામાં આવે.                           (શામી, દુ.મુખ્તાર – ર/૭૦)

Log in or Register to save this content for later.