[ર૪પ] સદકએ ફિત્રમાં ઘઉં અને જુવારનું પ્રમાણ

Chapter : ઝકાત

(Page : 288)

સવાલ :– સદકએ ફિત્રમાં ઘઉં આપવા હોય તો કેટલા આપે? અને જુવાર આપવી હોય તો કેટલી આપવી ? જુવાર ડબલ આપવી પડશે કે ઘઉંની કિંમત પ્રમાણે આપવી પડશે?

જવાબ :– એક વ્યકિત દીઠ સદકએ ફિત્રમાં એક કિલો છસો ચાળીસ ગ્રામ (૧.૬૪૦ ગ્રામ) ઘઉં આપવા પડશે અને જો જુવાર આપવી હોય તો મઝકૂર વઝનના ઘઉંની કિંમતથી જેટલી જુવાર ખરીદી શકાય તેટલા પ્રમાણમાં આપવી પડશે. ડબલ આપવાનો એઅતેબાર નથી.

وما لم ینص علیہ کذرۃ وخبز یعتبر فیہ القیمۃ (در مختار) (قولہ وخبز) عدم جواز دفعہ الاباعتبار القیمۃ ہو الصحیح لعدم ورود النص بہ فکان  کالذرۃ وغیرھا من الحبوب التی لم یرد بھا نص  (شامی ۲؍ ۷۶)

Log in or Register to save this content for later.