[ર૧૭] દસમા અને વીસમા ભાગની ચોખવટ

Chapter : ઝકાત

(Page : 252)

સવાલ :– સિંચાઈથી તેમજ વરસાદથી થતા તમામ પાકોના તેમજ સિંચાઈથી અને વરસાદથી થતા પાકોની ઝકાતના એક બે દાખલા લખી મોકલશો.

જવાબ :– (૧) ફકત વરસાદના પાણીથી અથવા વધુ મુદ્દત વરસાદના પાણીથી ઉછરેલી ખેતીનું ઉત્પાદન સો મણ તુવેર અથવા બાજરી થઈ તો દસ મણ તુવેર અથવા બાજરી (દસમો ભાગ) ખેતી પેદાવારની ઝકાત તરીકે આપવાની રહેશે.

               (ર) ફકત નહેરના ખરીદેલા પાણીથી અથવા મશીનના પાણીથી ઉછરેલી ખેતીનું અથવા થોડો સમય વરસાદના પાણીથી અને વધુ મુદ્દત નહેર મશીનના  પાણીથી ઉછેરેલી ખેતીનું અથવા અડધી મુદ્દત વરસાદ ના પાણીથી અને અડધી મુદ્દત નહેર મશીનના પાણીથી ઉછરેલી ખેતીનું ઉત્પાદન સો મણ ઘઉં થયા તો ખેત ઉત્પાદનની ઝકાત પેટે પાંચ મણ (કુલ ઉત્પાદનનો વીસમો ભાગ) આપવાના રહેશે.

Log in or Register to save this content for later.