[૮૯] ડીપોઝીટ મૂકેલી અમાનત રકમની ઝકાત

Chapter : ઝકાત

(Page : 127-128)

સવાલ :– હમારો ધંધો ટુર્સ – ટ્રાવેલ્સ બસોનો છે.મોટી મોટી કંપનીઓ સાથે બસો ભાડે આપવાનો વાર્ષિક કોન્ટ્રાકટ કરવામાં આવે છે અને તેના માટે કંપનીમાં એક ચોકકસ રકમ ડીપોઝીટ મૂકવી પડે છે, આવી કંપનીઓમાં અમારી મોટી રકમ ડીપોઝીટ પેટે મૂકાયેલી છે, જે સાડા ત્રણ વર્ષ પછી કોન્ટ્રાકટ પૂરૂં થશે ત્યારે અમને પરત મળશે અને જેટલી રકમ ડીપોઝીટ મૂકેલી છે એટલી જ રકમ પરત મળશે, તેના ઉપર અમને કોઈ વ્યાજ મળવાનું નથી. તો પૂછવાની વાત આ છે કે આ ડીપોઝીટ મૂકેલી રકમની અમારે ઝકાત આપવી પડે કે નહિ?

જવાબ :– જો મઝકૂર કંપનીઓ જેમાં તમે રોકડ રકમ ડીપોઝીટ રૂપે મૂકેલ છે, તમારી રકમ વાપરતી ન હોય, બલ્કે અમાનત તરીકે જ જમા રાખતી હોય તો મઝકૂર ડીપોઝીટ રકમની ઝકાત માફ ગણી શકાય છે.    (શામી  ભાગ–ર/૭)

Log in or Register to save this content for later.