Chapter : ઝકાત
(Page : 110-111)
સવાલ :– અમોએ બે લાખ પચાસ હજારમાં ટ્રક ખરીદી છે, તો અમારે ટ્રકની ઝકાત કેવી રીતે કાઢવી પડશે ? શું મુદ્દલ કિંમતની પણ ઝકાત કાઢવી પડશે કે માત્ર નફામાંથી જ ઝકાત કાઢવી પડશે ?
જવાબ :– જે ટ્રક નફો લઈને વેચવાની નિય્યતથી ન ખરીદવામાં આવી હોય, બલ્કે ભાડેથી ફેરવવા માટે ખરીદ કરવામાં આવી હોય, તેવી ટ્રક ઉપર ઝકાત લાગુ પડતી નથી. અલબત્ત, આવી ટ્રકથી જે ભાડા આવક થાય અને તે આવક ટ્રક માલિક પાસે જમા રહેતી હોય અને તે સાહિબે નિસાબ માલદાર વ્યકિત હોય તો તેનું ઝકાતનું વર્ષ પૂરું થાય ત્યારે બીજી ઝકાતપાત્ર મૂડીની ઝકાત સાથે ટ્રકના ભાડાની જમા રકમની ઝકાત પણ કાઢવી પડશે અને જો મઝકૂર ટ્રક વેચવાની નિય્યતથી ખરીદવામાં આવી હોય તો નફા સાથે મુદ્દલ કિંમતની પણ ઝકાત આપવી પડશે. (શામી – ર)
Log in or Register to save this content for later.