Chapter : ઝકાત
(Page : 212)
સવાલ :– પત્ની સાહિબે નિસાબ છે અને પોતાનો પતિ ગરીબ છે, ઘરની તમામ જવાબદારી પતિના માથે છે તો તે પત્ની પોતાના પતિને ઝકાત આપી શકે છે, જેની પત્ની સાહિબે નિસાબ હોય તેવા પતિને અન્ય કોઈ શખ્સ ઝકાતની રકમ આપી શકે છે?
જવાબ :– પત્ની પોતાની ઝકાત પોતાના પતિને ન આપી શકે, પત્ની સિવાય અને બાપ, દાદા, નાના, પુત્ર, પૌત્ર, નવાસા સિવાય કોઈ અન્ય માણસ માલદાર પત્નીના ગરીબ પતિને ઝકાત આપે તો તે જાઈઝ છે. (શામી – ર)
Log in or Register to save this content for later.