Chapter : ઝકાત
(Page : 182-183)
સવાલ :– મારો એક મિત્ર છે જે ઝકાતને પાત્ર નથી એટલે કે તે ઝકાત કાઢી શકે તેમ નથી, તેમ છતાં તે ઝકાત લેતો નથી પરંતુ તેના એક છોકરાને એક મદ્રસામાં બેસાડવો છે અને ત્યાંની પૂરી ફી રૂા ૧રપ/– છે. હવે આ ભાઈના બીજા બે ભાઈ અને પોતે મળીને દર મહિને રૂા રપ/– રપ/– કાઢીને છોકરાની ફી રૂા ૭પ/– માસિક ભરવા તૈયાર છે, પરંતુ આ મદ્રસાના મૌલ્વી સાહેબો એમ કહે છે કે મદ્રસાની પૂરી ફી રૂા ૧રપ/– છે અને જો તમો ૭પ/– રૂા આપશો તો અમારે ઘટ પડતી ફીની રકમનો ખર્ચ અમારા મદ્રસાએ મેળવેલ ઝકાતના પૈસામાંથી પૂરો કરવામાં આવશે. હવે આ ભાઈનું દિલ કૂચવાય છે કે ઝકાત કેમ કરીને છોકરાને ખાવા દેવાય?
જવાબ :– જો મઝકૂર ભાઈ શરઈ દ્રષ્ટિએ ઝકાતનો હકદાર છે એટલે એવો ગરીબ છે કે ઝકાત લઈ શકે છે અથવા પોતે તો ઝકાત લઈ શકે એટલો ગરીબ નથી, પરંતુ તેનો છોકરો બાલિગ છે અને છોકરા પાસે કોઈ એવી સંપતિ નથી કે તેના માટે ઝકાત લેવી નાજાઈઝ હોય તો આ બન્નેવ સૂરતોમાં છોકરાને ઝકાત રૂપે મળતી સહાયથી સંકોચ ન અનુભવવો જોઈએ. તાલિબે ઈલ્મ માટે પોતાની ઈલ્મી મશગુલિયતના કારણે તંદુરસ્ત અને પોતે કમાઈ શકે એવો હોવા છતાં જો ગરીબ અને મુહતાજ હોય તો બીજાથી સવાલ કરવો પણ હલાલ અને જાઈઝ છે અને પૂછેલી સૂરતમાં તો તાલિબે ઈલ્મ છોકરાએ કોઈનાથી સવાલ પણ નથી કરવાનો, બલ્કે મદ્રસાના વ્યવસ્થાપકો પોતે જ વ્યવસ્થા કરી આપશે. માટે આવા હલાલ માલથી સંકોચ અનુભવી છોકરાને પઢાવવાનું ન છોડાવવું જોઈએ. (શામી – ર/૬૯)
હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) નકલ કરે છે કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) હઝરત ઉમર બિન ખત્તાબ (રદિ.) ને (બૈતુલ માલથી) કંઈક માલ અતા ફરમાવતા હતા તો હઝરત ઉમર (રદિ.) અરજ કરતા હતા કે યા રસૂલલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) કોઈ એવા માણસને અતા ફરમાવો જે મારાથી પણ વધુ મોહતાઝ અને ઝરૂરતમંદ હોય તો, રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ ફરમાવ્યું કે આ માલ લઈ પોતે માલિક બની જાઓ અથવા બીજાને સદકો કરી દો અને આ માલમાંથી જે કંઈ તમોને લાલચ અને સવાલ વગર મળે તે લઈ લો અને જે એ પ્રમાણે (લાલચ અને સવાલ વગર) ન મળે તેમાં તમો દિલ પણ ન લગાડો. હઝરત સાલિમ બિન અબ્દુલ્લાહ (રદિ.) કહે છે કે આ હદીષના કારણે હઝરત ઈબ્ને ઉમર (રદિ.)નો એ મઅમૂલ બની ગયો હતો કે ન કોઈનાથી કોઈ વસ્તુનો સવાલ કરતા હતા અને વગર સવાલે કોઈ વસ્તુ મળે તો તેને રદ પણ ન કરતા હતા. (મતલબ કે કબૂલ કરી લેતા હતા) (મુસ્લિમ શરીફ – ૧/૩૩૪)
Log in or Register to save this content for later.