Chapter : ઝકાત
(Page : 178-179)
સવાલ :– ઝકાત ગૈર મુસ્લિમને આપી શકાય કે કેમ ? અમુક સગાઓ જેમની આવક હોવા છતાં પૂરૂં ન થતું હોય તો તેવા માણસોને ઝકાત આપવી જાઈઝ છે ?
જવાબ :– ગૈર મુસ્લિમને ઝકાત ન આપી શકાય. પોતાના એવા ગરીબ સગાઓને ઝકાત આપી શકાય છે કે જેઓથી બાપ, દાદા, દાદી, નાના, નાની હોવાનો અથવા છોકરો, છોકરી, પોત્રો, પોત્રી, નવાસો, નવાસી હોવાનો સંબંધ ન હોય. જેમકે કાકા, ભાઈ, બહેન, મામા, માસી, ભત્રીજો, ભત્રીજી, ભાણો, ભાણી, વગેરે હોય. (શામી – ર/૬૭)
Log in or Register to save this content for later.