[૧૪ર] ઝકાત આપીને પોતાનું કર્ઝ વસૂલ કરવું

Chapter : ઝકાત

(Page : 179)

સવાલ :– એક ભાઈના ઉપર ૩૦૦ રૂપિયા કર્ઝ છે હવે એ ભાઈની આવક નથી, બિલકુલ મજબૂર છે અને ઝકાત – ફિતરાનો મુસ્તહિક છે તો જે ભાઈએ કર્ઝના રૂપિયા ૩૦૦ આપ્યા છે તે જ ભાઈ કર્ઝદારને ૩૦૦ રૂા ઝકાત આપે  અને તેજ કર્ઝદાર ૩૦૦ રૂા લઈને પાછો તે જ માણસને કર્ઝ આપી દે તો જાઈઝ છે કે નહિ અથવા બીજુ એ કે જે માણસ પાસેથી કર્ઝ લીધું છે તે જ માણસ વ્યાજના ૩૦૦ રૂપિયા આપે અને તેજ વ્યાજના ૩૦૦ રૂપિયા કર્ઝદાર લઈને તે જ માણસને કર્ઝ અદા કરે તો આ વસ્તુ જાઈઝ છે કે નહિ ?

જવાબ :– મઝકૂર ગરીબ માણસને કર્ઝ આપનાર સવાલમાં લખેલી બન્નેવ સૂરતો મુજબ ઝકાત કે વ્યાજની રકમ આપે અને તે જ રકમથી ગરીબ પોતાનું કર્ઝ અદા કરે એ બન્ને સૂરતો જાઈઝ છે.(શામી–ર/૧ર)

Log in or Register to save this content for later.