[૧૦૭] અજ્ઞાનતાથી નાનીને ઝકાત આપી દીધી

Chapter : ઝકાત

(Page : 145)

સવાલ :– પોતાની નાનીને ઝકાત આપી શકાય કે નહિ ? જો નવાસા કે નવાસીએ મસ્અલો ન જાણવાના કારણે ભૂલથી પોતાની ગરીબ નાનીને ઝકાત આપી દીધી હોય તો આ પ્રમાણે અગાઉ અપાય ગયેલ ઝકાતનો શુ હુકમ છે?

જવાબ :– પોતાની ગરીબ નાનીને પણ ઝકાત આપવી જાઈઝ નથી અને મસ્અલાથી અજાણ હોવાની હાલતમાં કોઈ આલિમથી મસ્અલો પૂછયા વગર ફકત પોતાની સમજથી પોતાના સગા ગરીબ નાનીને ઝકાત આપી તે ઝકાત અદા થઈ નથી. ફરીથી કોઈ ગરીબ હકદારને પોતાના માલની ઝકાત આપવી ઝરૂરી છે.   (હિદાયહ અવ્વલૈન : ર૯૭)

Log in or Register to save this content for later.