[પરર] ગેર મુસ્લિમ પાસે ઝબહ કરાવી ગોશ્ત વેચવું

Chapter : ઇસ્લામી ઝબાઇહ

(Page : 569-570)

સવાલઃ– વડોદરા ખાતે ઈ.એમ.ઈ. (મિલેટ્રી)માં ઘેટા બકરાનું મટન સામે ઝટકાથી કાપીને લેવામાં આવે છે, પરંતુ હાલમાં ઓફિસરો સારા છે અને હલાલ કરીને ગોશ્ત લે છે અને મુસલમાન માણસો હલાલ કરે છે માટે હમારે આવતા વર્ષનું કોન્ટ્રાક લેવાનું છે અને કોઈ બીજો ઓફિસર આવે અને ઝટકાથી બકરા કાપવાનું કહે તો અમો હિંદુ માણસો પાસે ઝટકા મરાવીને બકરા કપાવીને ગેર કોમ પાસે બધુ કામકાજ કરાવીએ અને ધંધો કરીએ તો તે ધંધો હલાલ કે હરામ છે.

                કોન્ટ્રાકની શરતોમાં ઝટકાથી બકરા કાપીને ગોશ્ત આપવાનું હોય છે, પરંતુ હાલમાં ઓફિસરો સારા હોવાથી બકરાને ઈસ્લામી શરીઅત પ્રમાણે હલાલ કરાવે છે અને ગોશ્ત લે છે, પરંતુ બીજા કોઈ ઓફિસર આવે અને ઝટકાથી બકરા કાપવાનું કહે તો અમો હિન્દુ માણસો પાસે ઝટકો મરાવીને કોન્ટ્રાક પૂરો કરીએ અને કમાઈ કરીએ તો તે કમાઈ હલાલ કે હરામ તે બતાવશો.

જવાબ :– ગેર મુસ્લિમ પાસે જાનવર ઝબહ કરાવવું  જાઈઝ નથી અને એવું ઝબહ કરેલું ગોશ્ત વેચવું અને વેચવાનો કોન્ટ્રાક લેવું એ પણ જાઈઝ નથી. કારણ કે ગેર મુસ્લિમ, ગેર કિતાબીનું ઝટકાથી ઝબહ કરેલું જાનવર હરામ છે અને મુરદારના હુકમમાં છે અને મુરદારના ગોશ્તનું વેચાણ નાજાઈઝ અને હરામ છે.  (શામી – ૪/પ)

Log in or Register to save this content for later.