[૪૮૦] એક મોટા જાનવરમાં ત્રણ દીકરા અને એક દીકરીના અકીકહના કુલ સાત ભાગો રાખી શકાય

Chapter : અકીકહ

(Page : 541-542)

સવાલ :– એક ભાઈના ત્રણ દીકરા અને એક દીકરી છે, તેમનો અકીકહ કરવો છે. એક છોકરાના અકીકહ માટે બે નાના જાનવરોના હિસાબે ત્રણ છોકરાઓના છ નાના જાનવરો થાય અને છોકરીના  અકીકહ માટે એક નાનું જાનવર, એમ કુલ મળી સાત નાના જાનવર થાય છે. તો કુલ સાત નાના જાનવરો (બકરા–ઘેટાં) ના બદલે એક મોટા જાનવરથી બધાનો અકીકહ કરવામાં આવે તો ચાલે કે નહિ ? અને તે જાનવર કેટલા વર્ષનું હોવું જોઈએ ? અને શું હુકમ છે ? ઘરના માણસો તેમાંથી ખાય શકે કે કેમ ?

જવાબ :– ત્રણ છોકરાઓ અને એક છોકરીના અકીકહમાં એક મોટું જાનવર ઝબહ કરવું પણ જાઈઝ છે અને અકીકહનું મોટું જાનવર જો પાડો કે વાછરડો હોય તો કુરબાનીની જેમ પૂરા બે વર્ષનું હોવું જરૂરી છે.

                અકીકહના ગોશ્તનો હુકમ નફલ કે માલદારની વાજિબ કુરબાનીના ગોશ્તના હુકમ પ્રમાણે છે, એટલે કે ગોશ્તના ત્રણ ભાગ કરી એક ત્રીજા ભાગનો ગોશ્ત ઘરવાળાઓ પોતે ખાવા માટે ઉપયોગ કરે, એક ત્રીજા ભાગના ગોશ્તનો ગરીબોને સદકો કરવામાં આવે અને એક ત્રીજા ભાગનો ગોશ્ત રિશ્તેદારો અને દોસ્તોમાં વહેંચવામાં આવે અને આ પ્રમાણે ત્રણ ભાગે ગોશ્તની વહેંચણી કરવી મુસ્તહબ છે, વાજિબ નથી. (અઝીઝુલ ફતાવા–૭૧૬, અહકામે અકીકહ)

Log in or Register to save this content for later.