[૪૬૯] છોકરાનો અકીકો કયાં મુસ્તહબ છે

Chapter : અકીકહ

(Page : 534-535)

સવાલ :– એક મુસ્લિમ વ્યકિત તેની અવલાદનો અકીકો ભારત ખાતે કરાવે. જો કે તે પોતે ફેમિલી સાથે પરદેશમાં રહે છે, અમૂક સગાઓ પરદેશમાં છે તેમજ અન્ય લોહીની સગાઈવાળા સગા ભારતમાં છે. તો અકીકો ભારતમાં કરાવે તે અફઝલ છે કે પરદેશમાં અફઝલ? અવલાદ પરદેશમાં જન્મેલ હોય અને અકીકો ભારતમાં કરાવે તો ?

જવાબ :– જે છોકરા કે છોકરીનો અકીકો કરવાનો હોય તે જયાં હોય તે સ્થળે અકીકો કરવો અફઝલ છે, તાકે અકીકા પછી વાળ કપાવવાનો મુસ્તહબ પણ અદા થાય અને કુરબાનીમાં પણ એ જ અફઝલ છે કે કુરબાનીવાળાના સ્થળે કરવામાં આવે. એવી જ રીતે અકીકહમાં પણ એજ અફઝલ છે, પરંતુ જો બીજા સ્થળે કરવામાં આવશે તો પણ અકીકહ અદા થઈ જશે.       (ફ.મહમૂદિય્યહ – ૧૧, કિ.મુફતી –૮)

Log in or Register to save this content for later.