Chapter : અકીકહ
(Page : 529)
સવાલઃ– મારે એક છોકરાનો અકીકો કરવાનો વિચાર છે તો અકીકામાં જાનવર કેટલા જોઈએ એક યા બે ? અને મોટા જાનવર કેટલા જોઈએ? અને આ અકીકાના જાનવરની ઉમર કુરબાનીના જાનવર જેટલી જોઈએ કે પછી નાની?
જવાબઃ– છોકરાના અકીકા માટે જો ઘેટા–બકરા જેવું નાનુ જાનવર હોય તો બે હોવા મુસ્તહબ છે અને પાડો–ગાય જેવું જાનવર હોય તો એક જાનવર પૂરતું છે, અને અકીકાના જાનવરની ઉમર પણ કુરબાનીના જાનવર જેવી હોવી જરૂરી છે તેનાથી ઓછી હોવી દુરસ્ત નથી.
Log in or Register to save this content for later.