[૪૬પ] અકીકાનું ચામડું અને કલેજી

Chapter : અકીકહ

(Page : 530-531)

સવાલઃ– તેના ચામડાનું શું કરવું અને તેને ઝબહ કરતી વખતે કઈ દુઆ પઢવી ? તેનો ગોશ્ત ગેર મુસ્લિમને ખવડાવી શકાય ? તેમજ આપી શકાય તેનો બધોજ ગોશ્ત એટલે કે કલેજી, ભેજો એ પણ વહેંચી આપવો કે ઘરમાં રાખીએ તો ચાલે?

જવાબઃ– કુરબાનીના જાનવરની જેમ અકીકાના જાનવરનું ચામડું પણ મુસલમાન ગરીબને સદકો કરી આપવું મુસ્તહબ છે અને વેચીને તેની કિંમત પણ સદકો કરી શકાય છે.

                અકીકાનું જાનવર ઝબહ કરતી વખતે છોકરાનો બાપ આ દુઆ પઢેઃ

અલ્લાહુમ્મ હાઝિહી અકીકતુ ઈબ્ની (છોકરાનું નામ બોલે) દમુહા બિદમિહી, વલહ્‌મુહા બિલહ્‌મિહી વ અઝ્‌મુહા બિઅઝ્‌મિહી વ જિલ્દુહા બિજિલ્દિહી વ શઅ્‌રૂહા બિશઅ્‌રિહી, અલ્લાહુમ્મ જ્‌અલ્‌હા ફિદાઅન્‌ લિઈબ્ની મિનન્નાર.

                તે પછી કુરબાની વાળી દુઆ ”ઈન્ની વજ્જહતુ……….” પઢે અને પછી ઝબહ કરનાર ‘બિસ્મિલ્લાહિ અલ્લાહુ અકબર’ કહી ઝબહ કરે.

                કલેજી અને ભેચો વહેંચી આપવો જરૂરી નથી. ઘરમાં રાંધવા માટે પણ રાખી શકાય છે.     (રિસાલએ અકીકહ)

Log in or Register to save this content for later.