[૪૩૮] પોતાની કુરબાની કોઈ બીજી જગ્યા ઉપર કરાવવી

Chapter : કુરબાની

(Page : 488-489)

સવાલ :– મારી પાસે મોટી રકમ છે એટલે મારી ઉપર કોની કુરબાની વાજિબ છે? મારો ધંધો પણ સારો ચાલે છે, પરંતુ મારા મા–બાપ અને ભાઈ–ભાભી મારી સાથે અને મારી ઔરત તથા મોટી બહેન સાથે નથી બોલતા અને તેમણે અમારી સાથે સંબંધ તોડી નાખ્યો છે, હવે મારે કુરબાની કરવી છે તો મારા માટે મારા વતનમાં કુરબાની માટે કોઈ મકાન નથી અને હું જયાં રહું છું ત્યાં કુરબાની કરવી મારા માટે શકય નથી. તો આ સૂરતમાં હું કોઈ મદ્રસામાં રકમ મોકલી કુરબાની કરાવું તો જાઈઝ છે કે નહિ ?

જવાબ :– તમે બીજી કોઈ જગ્યાએ રકમ મોકલીને પોતાની કુરબાની કરાવો એ જાઈઝ છે, તેમાં કોઈ ગુનોહ નથી. અલબત્ત, પોતાની કુરબાની પોતાના હાથથી ઝબહ કરવી અથવા પોતાની સામે બીજા પાસે ઝબહ કરાવવી અને પોતાની કુરબાનીનો ગોશ્ત પોતે ખાવો અને રિશ્તેદારો તથા દોસ્તોમાં પોતાની કુરબાનીનો ગોશ્ત વહેંચવો એ અફઝલ અને મુસ્તહબ છે, પરંતુ મજબૂરીથી અથવા વિના મજબૂરીએ આ મુસ્તહબને છોડવામાં કોઈ ગુનોહ નથી. અને મજકૂર રિશ્તેદાર સાથે સંબંધ જોડવો વાજિબ છે, જો કોઈ રિશ્તેદાર સંબંધ તોડે તો પણ તેનાથી સંબંધ જોડવાની કોશિષ કરવી જોઈએ. (શામી ભા–પ)

Log in or Register to save this content for later.