[૪૩૧] જાનવરને પહેરાવેલ મણકાનો હાર, પિત્તળની ઘૂઘરી અને માથાવટીનો પોતે ઉપયોગ કરી શકે છે

Chapter : કુરબાની

(Page : 478-479)

સવાલ :– કોઈ માણસે પોતાની કુરબાનીના જાનવરના માથામાં અથવા ગળામાં મણકાનો હાર અથવા પિત્તળની ઘુઘરી કે માથાવટી બાંધી હોય તો જયારે આપણે તે જાનવરની કુરબાની કરી નાખીએ ત્યારે આ જાનવરને બાંધવામાં આવેલી વસ્તુઓનું શું કરવું? કોઈને આપી દેવી કે પછી આપણી પાસે રાખી કોઈ બીજા જાનવરને બાંધી શકીએ છીએ ? જો આપણે કુરબાની માટે ઘેટો રાખ્યો હોય અને તેના ચામડાંને પકાવીને પોતાના ઘરમાં જ બેસવાના ઉપયોગ માટે રહેવા દેવું હોય તો એ જાઈઝ છે કે નહિ ? અને ચામડાંના બદલામાં આપણે શું કરવું?

જવાબ :– કુરબાનીની સાંકળ, રસ્સી તેમજ તેને બાંધવા, પહેરાવવામાં આવેલી વસ્તુઓ જેમકે મણકાનો હાર, પિત્તળની ઘુઘરી, માથાવટી વગેરેનો કોઈ ગરીબને સદકો દેવો મુસ્તહબ છે. જો આ વસ્તુઓની કિંમતનો સદકો કરી દેવામાં આવે અને વસ્તુઓ પોતાની પાસે પોતાના ઉપયોગ માટે રાખવામાં આવે તો પણ સદકો કરવાનો મુસ્તહબ અદા થઈ જશે, જો તે વસ્તુઓનો સદકો ન કરે અને તેની કિંમતનો પણ સદકો ન કરે અને તે વસ્તુઓ પોતે ઉપયોગ કરવા ચાહે તો પણ કરી શકે છે.

                કુરબાનીના ચામડાંનો પણ એ જ હુકમ છે કે તેનો અથવા તેને પોતાની પાસે રાખી તેની કિંમતનો સદકો કરી દેવો મુસ્તહબ છે, જો વિના સદકાએ પોતે ઉપયોગ કરવા ચાહે તો પણ કરી શકે છે.(શામી–પ/ર૩૧, ઝકાત–ર)

Log in or Register to save this content for later.