Chapter : કુરબાની
(Page : 477-478)
સવાલ :– એક ગરીબ માણસે મન્નત માની કે મારો છોકરો જિદ્દહ પહોંચી જશે અને તેને નોકરી મળી જશે તો આ ઘરની ભેંસના ઉછરેલા પાડાની કુરબાની કરીશ, થોડો સમય પાલવવા છતાં તે પાડો દુબળો જ રહયો, એટલે તેને ૧૭પ રૂપિયામાં વેચી દીધો અને ૩૭પ રૂપિયામાં બીજો પાડો ખરીદ કર્યો. થોડા સમય પછી તેને પણ વેચી દીધો અને ૬૦૦ રૂપિયામાં બીજો એક પાડો લાવ્યા જે હાલ મવજૂદ છે તો પૂછવાનું એ કે શું ઉપરોકત માણસ ઉપર પહેલા પાડાની જ કુરબાની વાજિબ હતી જેની તરફ ઈશારો કરીને મન્નત માની હતી અને હવે બીજા પાડાથી મન્નત અદા થશે કે નહિ ?
જવાબ :– ઈશારો કરી જે ખાસ પાડાની મન્નત માની હતી તે જ પાડાની કુરબાની કરવી મજકૂર ગરીબ માણસ ઉપર વાજિબ હતી, ચાહે તે છેવટ સુધી દુબળો જ રહયો હોત. હવે જયારે તેને વેચી દીધો છે અને પાછો મળવાની શકયતા નથી. તો બીજા મોટા જાનવરની કુરબાની કરવી મન્નતની અદાયગી માટે હજુ પણ વાજિબ છે. માટે હાલ ખરીદેલા બીજા પાડાથી પણ મન્નત અદા થઈ જશે. (શામી–પ/ર૦૭, આલમ–પ/ર૯૪, શામી–૩/૭૦)
Log in or Register to save this content for later.