Chapter : કુરબાની
(Page : 486-487)
સવાલ :– કોઈ માણસે કુરબાનીના મોટા જાનવરના સાત હિસ્સાઓમાંથી એક હિસ્સામાં હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તરફથી કુરબાની કરવાની નિય્યત કરી લીધી તો આવી નિય્યત કરી લીધા બાદ હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તરફથી કુરબાનીની નિય્યત બદલીને તે હિસ્સામાં બીજા કોઈની નિય્યત કરી શકાય કે નહિ?
જવાબ :– મોટા જાનવરમાં હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તરફથી કુરબાનીની નિય્યત વાળો સાતમો ભાગ નફલ કુરબાનીનો ભાગ છે, મજકૂર નફલ ભાગમાં કુરબાની કરતા પહેલાં નિય્યત બદલી તો શકાય છે, પરંતુ હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તરફથી કુરબાની કરવાની નિય્યત બદલવી બેહતર નથી. (શામી–પ)
Log in or Register to save this content for later.