Chapter : કુરબાની
(Page : 466-467)
સવાલ :–(૩) અમોએ પાછલા વર્ષોમાં ઉપરોકત સવાલ ૧ અને ર માં દર્શાવેલ ખર્ચ પાડેલ છે તો તે બાબતે આપ શુું ફરમાવો છો? જો ચામડાંની આવકમાંથી ખર્ચ પાડી ન શકાય તો અમારે ખર્ચ માટેની રકમ અલગ ચંદો કરી ભેગી કરવી પડશે?
જવાબ :– (૩) પાછલા વર્ષોમાં ઉપરોકત કામો માટે જેટલો ખર્ચ ખાલોની કિંમતમાંથી કરવામાં આવ્યો હોય તેટલી રકમ જમાઅતની લિલ્લાહ રકમમાંથી અથવા કુરબાનીની ખાલો આપનાર લોકો પાસેથી ચંદો કરી ખાલોની કિંમતના સદકહની નિય્યતથી ગરીબ મુસ્લિમોને આપવી જરૂરી છે અને હવે પછી મજકૂર કામો માટે કુરબાની કરનાર ભાઈઓ પાસેથી ચંદો કરવામાં આવે અને કુરબાનીની ખાલોની પૂરી કિંમત મુસ્લિમ ગરીબોને સદકહ રૂપે આપવામાં આવે. (આલમગીરી–પ, બદાઈઅ–પ, બહર–૮, જ.ફિકહ–૧)
Log in or Register to save this content for later.