Chapter : કુરબાની
(Page : 465)
સવાલ :–(૧) અમારા ગામમાં કુરબાનીની ખાલો (ચામડા) જમાઅત મારફતે ભેગા કરી તેનું વેચાણ કરી આવેલ રકમને મુસ્તહિકોને આપવામાં આવે છે, પરંતુ ૩ દિવસના ચામડાં મદ્રસાના હોલમાં ભેગા કરવામાં આવે છે, ૩ દિવસની નિગરાની અને નોંધ કરનારને રૂા ૪૦૦/– અને હોલ સાફ કરનાર ભંગીને રૂા ૧૦૦/– કુલે પ૦૦/–, આમ ચામડાની કુલ આવેલ રકમમાથી ખર્ચના રૂપિયા પ૦૦/ બાદ કરી બાકી રહેલ રકમને મુસ્તહિકોને આપવામાં આવે છે, તો આ રીતે ખર્ચ કરવું જાઈઝ છે?
જવાબ :– (૧) જમાઅત જે ખાલો મદદના હકદારોને રોકડ મદદ આપવા ભેગી કરી વેચે છે, કુરબાનીની તે ખોલોની વેચાણ કિંમતમાંથી ખાલોની વ્યવસ્થા કરનારનું મહેનતાણું અને ખાલો ભેગી કરવાની જગ્યા સાફ કરનારનું મહેનતાણું આપવું જાઈઝ નથી, મજકૂર ખાલોની આવેલી પૂરી કિંમતનો હકદારોને સદકહ કરી આપવો વાજિબ છે.
Log in or Register to save this content for later.