Chapter : કુરબાની
(Page : 472-473)
સવાલ :– એક ગરીબ માણસે કુરબાનીની નિય્યતથી પોતાના મકાન પર જન્મેલું એક જાનવર ઉછેર્યું. પછી કુરબાનીના દિવસો આવતાં પહેલાં તે જાનવર મરી ગયું અથવા કુુરબાનીના દિવસોમાં મરી ગયું તો શું હુકમ છે ? ઘરનું ઉછેરેલુ જાનવર ન હોય, બલ્કે ખરીદ કર્યુંં હોય અને કુરબાનીના દિવસોમાં અથવા તે પહેલાં મરી જાય તો શું હુકમ છે ?
જવાબ :– ગરીબ માણસ પોતાના ઘરના ઉછેરેલા જાનવરમાં કુરબાનીની ફકત નિય્યત કરે તેની કુરબાનીની મન્નત ન માને તો તે નફલ કુરબાનીનું જાનવર છે. તેવા જાનવરના કુરબાનીના દિવસોમાં કે તેથી પહેલાં મરી જવાથી તેના બદલામાં કોઈ સદકો કરવો અથવા તેની જગ્યાએ બીજું જાનવર ખરીદ કરી કુરબાની કરવી વાજિબ નથી.
અને ગરીબ માણસે કોઈ જાનવર કુરબાનીની નિય્યતથી કુરબાનીના દિવસોમાં ખરીદ કર્યું હોય અને તે મરી જાય તો ચાહે તે ખરીદ કરેલ ચોકકસ જાનવરની કુરબાની તેના ઉપર વાજિબ થઈ જાય છે, પરંતુ તે મરી જાય તો ગરીબ ઉપર તેની જગ્યાએ બીજું જાનવર ખરીદ કરી કુરબાની કરવી વાજિબ નથી. અને જો કુરબાનીના દિવસો પહેલાં કુરબાનીની નિય્યતથી ખરીદ કર્યું હોય તો તે જાનવરની કુરબાની પણ ગરીબ ઉપર વાજિબ થતી નથી. અને આ સૂરતમાં પણ ખરીદ કરેલ જાનવર મરી જવાથી બીજું જાનવર વાજિબ નથી. (દુ.મુખ્તાર શામી–પ)
Log in or Register to save this content for later.