Chapter : કુરબાની
(Page : 468)
સવાલ :– મારા પર કુરબાની વાજિબ નથી અને મેં મારી કુરબાની આપી નથી, પરંતુ મારે મારી મર્હૂમા પત્નીના નામની કુરબાની આપવી છે. તો તે આપી શકાય કે કેમ ? અહિંઆ મેં એક મોલાના સાહેબને પૂછયુું તો તેમણે કહયું કે તમારા ઉપર કુરબાની વાજિબ ન હોય તો પણ મર્હૂમા પત્નીની કુરબાની સાથે તમારે તમારા નામની પણ કુરબાની આપવી જોઈએ, તો શું એ જરૂરી છે ? મર્હૂમાના ઉપર કુરબાની વાજિબ ન હતી પણ તેના સવાબને ખાતર મારે આપવી છે.
જવાબ :– મર્હૂમાના ઈસાલે સવાબ માટે નફલી કુરબાની કરી શકાય છે અને જો પોતાના ઉપર ગરીબ હોવાના લઈ કુરબાની વાજિબ ન હોય તો મર્હૂમાના ઈસાલે સવાબ અર્થે કુરબાની કરવા માટે પોતે પણ બીજી કુરબાની કરવી જરૂરી નથી. કારણ કે ઈસાલે સવાબ માટે જે કુરબાની થશે એ તમારી જ છે. મર્હૂમાને તો તેનો સવાબ પહોચશે. એ કુરબાનીના ગોશ્તની વહેંચણી પણ પોતાની કુરબાનીના જેમ જ કરવામાં આવશે. પોતે ખાય અને રિશ્તેદારો ગરીબોને વહેંચે. (શામી–૧/૬૬૬, શામી –પ/રર૮)
Log in or Register to save this content for later.