Chapter : કુરબાની
(Page : 503-504)
સવાલ :– (૧) કુરબાનીનું જાનવર લેવા માટે બહેન અને ચાર ભાઈઓની ઈજાઝત પ્રમાણે એવું નકકી કરવામાં આવ્યું કે મજકૂર જમીન (ખેતર)માં બે – ત્રણ વીંઘા પડતર જમીન છે, જેમાં ઘાસ થાય છે અને જે ઘાસ પકાવ્યું છે તેને વેચીને જે રકમ આવે તેમાંથી કુરબાનીનું જાનવર લઈ કુરબાની કરવી અને મજકૂર ઘાસમાં છ ભાઈઓ તેમજ બહેન તેમજ વાલિદહ દરેકનો હિસ્સો છે. અને છ ભાઈઓમાં એક ભાઈ ગુજરી ગયા છે. અને પાંચ ભાઈ હયાત છે. એમાંથી એક ભાઈને પૂછયુ નથી કે મજકૂર ઘાસ વેચીને જે રકમ આવે એમાંથી કુરબાનીનું જાનવર લેવાનું છે. અને જે ભાઈને પૂછયું નથી એ ભાઈનો કુરબાનીમાં ભાગ ગણ્યો નથી. તો ઉપર જણાવેલ હકીકત પ્રમાણે કુરબાની કરવી કે નહિ તે ખુલાસાવાર જણાવશો. તેમાં બે ભાઈ સાહિબે માલ નથી અને એક ભાઈ ગુજરી ગયા છે, તેમનો એક છોકરો છે, જે પણ ગરીબ પરિસ્થિતિનો છે. તો મજકૂર હાલતોમાં કુરબાની કઈ રીતે કરવી? કુરબાની થઈ શકે કે નહિ?
જવાબ :– (૧) ઘાસની સંયુકત રકમ દરેક ભાઈ બહેનને તેના હિસ્સા મુજબ વહેંચી આપવામાં આવે, જેને કુરબાની કરવી હોય તે પોતાના ભાગની મુડીમાંથી કરે, વાલિદહના ભાગની રકમ તેમની વસિય્યતમાં વાપરી શકાય છે.
Log in or Register to save this content for later.