[૪૦૬] બળદની કુરબાનીનું ચામડું ઉતારી ગોશ્તને દફન કરવું

Chapter : કુરબાની

(Page : 458-459)

સવાલ :–  અમારે ત્યાં બળદની કિંમત ૧પ૦/– ર૦૦/– હોય છે અને તેના ચામડાની કિંમત ૭૦૦/– ૮૦૦/– હોય છે, તો અમે બળદની કુરબાની કરી તેનું ચામડું ઉતારી લઈને તેનું ગોશ્ત દાટી દઈએ છીએ અથવા ફેંકી દેવામાં આવે છે તો શું આવું કરવું જાઈઝ છે? અગર જાઈઝ નથી તો તેનું શું કારણ? તે જરૂરથી બતાવશો.

જવાબ :–  કુરબાની એવા જાનવરની કરવી જોઈએ કે જેનો ગોશ્ત લોકો રગબતથી ઉપયોગ કરે, સવાલમાં લખવા મુજબ માલદારીની વાજિબ કુરબાની અથવા નફલ કુરબાની અદા તો થઈ જશે, પરંતુ ગોશ્ત દાટી દેવો બેહતર નથી. એક પ્રકારનો ઈસરાફ છે.   (શામી–પ)

Log in or Register to save this content for later.