[૪૦૧] ચામડાની કિંમતથી મુસ્તહિકનું ભાડૂ ચૂકવવું

Chapter : કુરબાની

(Page : 455)

સવાલઃ– અમદાવાદ રાણીપ, રોનક બજાર, મદીનહ મસ્જિદકી મકાનોંકી ચાલી હે ઔર મકાનોં કે કિરાયે બરાબર આતે નહીં ઔર ઈન મકાનોંમેં રેહનેવાલોં કી માલી હાલત કમઝોર હે, ઝકાત કે મુસ્તહિક હેં, ઔર હમારે પાસ કુરબાની કી ખાલોંકી રકમ હે તો હમ રકમકો કિરાયાદાર કો દેકર કિરાયા વસૂલ કર સકતે હેં? ઔર ઉન્કે હોથોંમે પૈસે દેનેસે પહલે યે ખબર કર દી જાએ કે જો પૈસે તુમ્હારે પાસ આવે વો તુમકો તુમ્હારે કિરાયે મેં દેના હોગા તો કયા ઈસ તરહ કેહ સકતે હેં?

જવાબઃ– જે લોકો ગરીબ હોય તેઓને કુરબાનીની ખાલોની રકમ આપીને મસ્જિદના મકાનના બાકી પડતા ભાડા પેટે વસૂલ કરી શકાય છે, તેમાં કોઈ વાંધો નથી, અને આ સૂરત પણ જાઈઝ છે કે ખાલોની કિંમત ગરીબોને આપવા માટે એક વ્યસ્થાપક કમિટી બનાવવામાં આવે તે કમિટી ખાલો જમા કરીને ગરીબોને તેની કિંમતનો સદકો કરવાની નિય્યતથી વેચી આપે, તે પછી જે ગરીબોના મકાન ભાડાં બાકી હોય તેઓની સંમતી અને મંજૂરી લઈ આ વ્યવસ્થાપક કમિટી આ ગરીબોના તરફથી મકાન ભાડા મસ્જિદને ચુકવી આપે. આ સૂરતમાં રકમ તેઓના હાથમાં દેવી પણ જરૂરી નથી, ફકત તેઓથી તેઓનું બાકી ભાડુ ચુકવવાની મંજૂરી લઈ લેવી પૂરતી છે.   (શામી–ર)

Log in or Register to save this content for later.