Chapter : કુરબાની
(Page : 454)
સવાલઃ– શીઅહ (ખોજા–વ્હોરા) લોકો પોતાની અલગ કુરબાનીમાં નાનું જાનવર અથવા મોટું જાનવર કુરબાની કરે તો તેઓ જે ગોશ્ત વહેંચે તે ખાવું જાઈઝ છે કે કેમ? તેઓ કુરબાની કરી શકે કે કેમ? કુરબાનીના જાનવરને સુન્નીએ ઝબહ કરેલ હોય અથવા શીઅહએ પોતે ઝબહ કરેલ હોય, બન્નવના હુકમ સાથે જવાબ આપશો.
જવાબઃ– તેઓને કુરબાની કરવાથી કોઈ રોકી શકતું નથી. તેઓના અકીદાઓ કુર્આન હદીસ વિરૂધ્ધ હોય તો તેઓની ઝબહ કરેલી કુરબાનીનો ગોશ્ત ખાવાથી બચવું જાઈએ, સુન્નીએ તેનું જાનવર ઝબહ કર્યું હોય તો ગોશ્ત ખાવામાં વાંધો નથી.
Log in or Register to save this content for later.