[૩૯૩] ત્રણ દિવસના ચામડાઓનો સોદો ઈદની સાંજે

Chapter : કુરબાની

(Page : 449)

સવાલઃ– હમારે ત્યાં કુરબાનીના ચામડાની હરાજી ઈદના દિવસે સાંજે કરવામાં આવે છે. બધા વેપારીઓ ચામડાં જુએ છે, પછી હરાજી બોલાય છે, પરંતુ બીજા અને ત્રીજા દિવસ માટે એ જ ભાવ નક્કી કરવામાં આવે છે, આગલા દિવસના ચામડા પેટે પ૦૦/– રૂપિયા ડિપોઝીટ આવે છે. તો સવાલ એ કે મઝકૂર સૂરતથી હરાજી જાઈઝ છે? હરાજી પહેલાં શરત કરવામાં આવે છે કે બીજા બે દિવસના ચામડાં પણ લઈ જવા પડશે અને એના ઉપર વેપારીઓ રઝામંદ પણ રહે છે.

જવાબઃ– ઝબહ કરેલા જાનવરના જેટલા ચામડાઓ મવજૂદ છે તે ચામડાઓનું ખરીદ–વેચાણ ઈદના દિવસે સાંજે દુરસ્ત છે. બીજા અને ત્રીજા દિવસે ઝબહ કરવાના જાનવરોના ચામડાઓનું ખરીદ– વેચાણ ઈદના દિવસે સાંજે દુરસ્ત નથી કે તે ચામડાઓ વેપારીને ખરીદવા જ પડશે, એવી રીતે આ ચામડાઓ વેચવામાં આવે છે, કારણ કે જયાં સુધી જાનવરનું ચામડું જાનવરથી અલગ ન થાય ત્યાં સુધી તેનું ખરીદ વેચાણ ન કરી શકાય.

                અલબત્ત, એ સૂરત જાઈઝ છે કે બીજા–ત્રીજા દિવસના ચામડાઓના તે ભાવમાં ખરીદ વેચાણનો ફકત વાયદો લેવામાં આવે અને જયારે ચામડાઓ અલગ થઈ જાય, વાયદા મુજબ વેચાણ કરવામાં આવે, અથવા થોડી મહેનત કરી બધા ચામડાઓ ભેગા કરી છેલ્લા દિવસે હરાજી કરવામાં આવે.               (શામી–૪, ઈ.ફતાવા–૩)

Log in or Register to save this content for later.