[૩૯પ] ચામડાની કિંમત મજૂરી પેટે આપવી

Chapter : કુરબાની

(Page : 450-451)

સવાલઃ– હમારા ગામમાં દર વર્ષે કુરબાનીના દિવસોમાં કુરબાનીના ચામડા ગામમાથી ઉઘરાવી એક જગ્યાએ ભેગા કરવા માટે એક માણસ મજુરી આપી નક્કી કરવામાં આવે છે અને જે કંઈ ચામડાં આવે તે છેલ્લા દિવસે હરાજીમાં વેચી દેવામા આવે છે, ચામડાંની જે રકમ આવે છે, તે મદ્રસામાં પઢતા ગરીબ બાળકોનાં ઉપયોગમાં લેવાય છે, તો ચામડાની આવેલી રકમમાંથી ચામડાં ઉઘરાવનાર માણસને મજુરીની જે રકમ નક્કી કરી હોય તે રકમ આપી શકાય કે નહિ અને ચામડાંની સફાઈ માટે મીઠું પણ ખરીદવામાં આવે છે તો તે પણ સદરહુ રકમમાંથી ખરીદી શકાય કે નહિ?

જવાબઃ– ચામડાંની આવેલી પૂરી કિંમતનો સદકો કરવો વાજિબ છે, એટલે પૂછેલી સૂરતમાં પૂરી રકમ ગરીબ તલબાને પહોંચવી જરૂરી છે, મઝકૂર રકમમાંથી ચામડાં ઉઘરાવનારની મજૂરી આપવી અને સફાઈ માટે મીઠું ખરીદવુ દુરસ્ત નથી, મજૂરી અને મીઠાની રકમ ચાહે તો ચામડું આપનાર પાસેથી લેવામાં આવે અથવા જે સંસ્થા વ્યવસ્થા કરતી હોય તે સંસ્થા પોતાની પાસે આવા કામ માટે યોગ્ય હોય તેવી જમા રકમમાંથી ખર્ચ કરે.       (શામી ભાઃપ)

Log in or Register to save this content for later.